Homeરસોઈકાળીચૌદશે આ રીતે ભૂલ્યા...

કાળીચૌદશે આ રીતે ભૂલ્યા વિના બનાવી લો દહીંવડા, દાઢમાં રહી જશે સ્વાદ

  • ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી દહીંવડા
  • નાના મોટા સૌને પ્રિય છે આ ડિશ
  • ખાસ પકવાન વિના અધૂરો છે કાળી ચૌદશનો તહેવાર

આવતીકાલે દેશભરમાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને ઘરમાંથી કકળાટ કાઢવાની પરંપરા હોય છે. આ દિવસે અડદની દાળના વડા બનાવાય છે અને પછી તેમાંથી સૌને પ્રિય એવા દહીંવડા બનાવવામાં આવે છે. ભારતના કોઈ પણ તહેવાર પકવાન વિના અધૂરા રહે છે.

દહીંવડા આવી જ એક વાનગીમાંથી એક છે જે મોટાભાગે દરેક ઘરે બનાવાય છે. જો તમને પણ આ વાનગી ખૂબ પસંદ છે તો તમે તેને ઘરે ટ્રાય કરી લો તે જરૂરી છે. તો જાણો વડા અને દહીં માટેની ખાસ અને સિમ્પલ રેસિપિ.

દહીંવડા

સામગ્રી

વડા માટે

  • 4 કપ અડદની દાળ
  • 2 કપ મગની દાળ
  • 2 ચપટી હિંગ
  • 2 ટી સ્પૂન અધકચરું વાટેલું જીરુ
  • 2 કપ દહીં
  • 1 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે

દહીં માટે

  • 2 કિલો દહીં
  • 400 ગ્રામ ખાંડ
  • 1 કપ ખજૂર-આમલીની મીઠી ચટણી
  • 4 ટેબલ સ્પૂન દાડમના દાણા
  • 2 ટેબલ સ્પૂન જીરુ, સંચળ, મરીનો મિક્સ પાવડર
  • 2 ટેબલ સ્પૂન લાલ મરચું

રીત

બન્ને દાળને ધોઈને અલગ અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરુ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

ટિપ્સ- દહીંવડાને જ્યારે પાણીમાં પલાળો તો તેમાં થોડી છાશ અને ચપટી ખાંડ પણ ઉમેરો. તેનાથી દહીંવડા વધારે સોફ્ટ અને ટેસ્ટી બનશે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...