Homeરસોઈસમય ન હોય તો...

સમય ન હોય તો બનાવી લો ફટાફટ બનતા આ બ્રેકફાસ્ટ, ઘટશે વજન

  • ચણાના લોટના પૂડલા બનશે લો કેલેરી બ્રેકફાસ્ટ
  • ફળની સાથે ઓટ્સનું સેવન બનશે ફાયદારૂપ
  • ફણગાવેલા મગનું સેવન ઘટાડશે વજન

સવારની શરૂઆત સારા નાસ્તાથી થાય તો આખો દિવસ એનર્જી બની રહે છે. આ માટે નાસ્તો પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય તે જરૂરી છે. નાસ્તો સારો હશે તો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન સારું રહે છે. તો જાણો કેટલીક એવી વાનગીઓ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ હેલ્ધી ફૂડ્સથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી વારેઘડી ભૂખનો અહેસાસ થતો નથી. આ નાસ્તા તમારા ડાયટને બેલેન્સ રાખશે. જેઓ નોકરી કરે છે તેમના માટે અને સાથે બાળકોના લંચબોક્સ માટે પણ આ વાનગીઓ બેસ્ટ રહેશે. તો જાણો અને ફટાફટ બનાવીને કરો ટ્રાય.

ચણાના લોટના પૂડલા

સૌથી સરળ રેસિપિમાં એક છે ચણાના લોટના પૂડલા. તે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ એક લો કેલેરી બ્રેકફાસ્ટ છે. તેના ચિલ્લા બનાવવા માટે એક વાટકીમાં બેસન લો અને તેમાં થોડા સુધારેલા શાક ઉમેરો, સામાન્ય મસાલા સાથે પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેને તવા પર થોડું તેલ મૂકીને ફેલાવી લો, તમારા પૂડલા તૈયાર થઈ જશે. તેને ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે.

ફળની સાથે ઓટ્સ

હાઈ ફાઈબરના ઓટ્સ થોડા ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે અને પાચન સારું રહે છે. તેને વેટ લોસ ડાયટ માટે સારો માનવામાં આવે છે. ઓટ્સમાં દૂધ, ફળ અને સ્વાદ માટે મધ અને તજનો પાવડર મિક્સ કરી શકાય છે. તેમાં કેટલાક સૂકામેવા પણ મિક્સ કરી શકાય છે.

ફણગાવેલા મગ

આ નાસ્તો બનાવવા માટે લીલી મગને રાતે ધોઈને પલાળી લો. તેનાથી મગ અંકુરિત થઈ જાય છે. રાતે શાક સુધારીને રાખો જેથી સવારે જલ્દી નાસ્તો તૈયાર થશે. મગમાં ટામેટા, મરચા, ટામેટા મિક્સ કરો. તેમાં લીંબુ અને મીઠું પણ મિક્સ કરો. સ્વાદની સાથે હેલ્થ પણ સારી રહેશે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...