Homeધાર્મિક21 જાન્યુઆરીએ પોષ પુત્રદા...

21 જાન્યુઆરીએ પોષ પુત્રદા એકાદશી, જાણો વ્રતની પૌરાણિક કથા અને તેનું મુહૂર્ત

અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે.

  • એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
  • એકાદશી તિથિ સમાપન- 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
  • પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી
  • પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય- સાંજે 07:51

એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશી વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજિત નામના એક રાજા શાસન કરતા હતા. આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતુ. જે કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા.

સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધું. જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું હતું. રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા. થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...