હાલ ચારેબાજુ યામી ગૌતમ અને પ્રિયામણી સ્ટારર ફિલ્મ ‘આર્ટિકલ 370’ની ચર્ચા થતી જોવા મળી રહી છે. આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે વીકેન્ડ દરમિયાન શાનદાર કમાણી કરી છે. ત્યારે હવે સોમવારના કલેક્શનના આંકડા સામે આવી ગયા છે.
સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ પ્રમાણે, ફિલ્મ ‘આર્ટિકલ 370’એ સોમવારના રોજ 3.25 કરોડની કમાણી કરી છે.
આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 26.15 કરોડ રૂપિયા થઈ ગયું છે. અગાઉ, ફિલ્મે પ્રથમ દિવસે 6 કરોડ, બીજા દિવસે 9.50 કરોડ અને ત્રીજા દિવસે 9.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ફિલ્મ ‘આર્ટિકલ 370’ કાશ્મીરથી ધારા 370 હટાવવાના પીએમ મોદીના નિર્ણય પર આધારિત છે. આ ફિલ્મમાં યામી ગૌતમ પોલીસ ઓફિસર, અરુણ ગોવિલ પીએમ મોદી અને અભિનેતા કિરણ કરમરકર અમિત શાહના રોલમાં છે. ફિલ્મમાં પ્રિયામણી પણ મહત્ત્વના રોલમાં જોવા મળે છે.