Homeમનોરંજન૧૦૨ ડિગ્રી તાવમાં અને...

૧૦૨ ડિગ્રી તાવમાં અને ૪ ડિગ્રી તાપમાનમાં પણ અક્કી અડીખમ

કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસે અક્ષયકુમારની ડિસિપ્લિન અને કામ પ્રત્યેની લગનની ખૂબ પ્રશંસા કરી છે. તેનું કહેવું છે કે અક્ષયકુમારને ૧૦૨ ડિગ્રી તાવ હતો અને ૪ ડિગ્રી તાપમાનમાં પણ તેણે સતત કામ કર્યું હતું. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નાં ચાર ગીતોને બૉસ્કોએ કોરિયોગ્રાફ કર્યાં છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા ફર્નિચરવાલા પણ લીડ રોલમાં દેખાશે.

અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં બૉસ્કોએ કહ્યું કે ‘તેમની સાથે કામ કરવાની મજા આવે છે. તમે જ્યારે તેમની સાથે કામ કરો છો તો તેઓ ગજબનાં સલાહસૂચનો આપે છે. ક્યારેક હું એ સાંભળું છું અને ક્યારેક નથી સાંભળતો. ક્યારેક મારે સાંભળવું પડે છે.’

અક્ષયકુમારની કામની રીતભાત વિશે બૉસ્કોએ કહ્યું કે ‘તેઓ આઠ કલાક કામ કરે છે, પરંતુ એ આઠ કલાક દરમ્યાન તેઓ સેટ છોડીને નથી જતા. જોર્ડનમાં શૂ​ટિંગ હતું ત્યારે તેમની તબિયત ઠીક નહોતી. તેમણે રિહર્સલ નહોતાં કર્યાં. તેમને ૧૦૧-૧૦૨ ડિગ્રી ફીવર હતો પરંતુ તેઓ ડાન્સ કરતા હતા અને બ્રેક પણ નહોતો લીધો. ૪ ડિગ્રી ટેમ્પરેચરમાં અમે ચાર ગીત બૅક-ટુ-બૅક શૂટ કર્યાં હતાં.’

શૂટિંગ બાદ જ્યારે સૌકોઈ પોતાના રૂમમાં આરામ કરતા ત્યારે અક્ષયકુમાર વૉલીબૉલ રમતો હતો. એ વિશે બૉસ્કોએ કહ્યું કે ‘ડાન્સ બાદ સાંજે તેઓ વૉલીબૉલ રમવા જતા હતા. અમે બધા તો થાકીહારીને રૂમમાં આરામ કરતા હોઈએ અને તેઓ અમને વૉલીબૉલ રમવા બોલાવતા હતા. સેટ પર તેઓ શાનદાર એનર્જી લઈને આવતા અને ક્રૂને જોડી રાખતા હતા.’

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...