Homeમનોરંજનસ્ત્રીએ જ બલિદાન આપવું...

સ્ત્રીએ જ બલિદાન આપવું પડે છે… ક્યારેક કરીઅરનું, ક્યારેક સપનાનું

મહિલાઓ પર ઠોકી બેસાડવામાં આવતાં સામાજિક નિયમો-રૂઢિઓ વિશે ઊભરો ઠાલવ્યો જુહી પરમારે

‘કુમકુમ’થી જાણીતી ઍક્ટ્રેસ જુહી પરમારનું માનવું છે કે મહિલાઓએ જાતે જ પોતાના નિયમો ઘડવા જોઈએ. પડકારજનક સામાજિક નિયમો અને મહિલાઓ સાથે જોડાયેલી કેટલીક રૂઢિવાદી બાબતોને લઈને તેણે વાત કરી છે. ૮ માર્ચે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે છે. એ નિમિત્તે જુહીએ એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે મહિલાઓને કેવા પ્રકારના પ્રેશરનો સામનો કરવા પડે છે એ વિશે જણાવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વિડિયોમાં જુહી કહે છે કે…

હું એક મહિલા છું. જન્મથી જ મારામાં મલ્ટિટાસ્ક કરવાની આવડત છે. ઘરના કામકાજથી માંડીને માતૃત્વ અને કરીઅર બનાવવાની વિવિધ જવાબદારીઓ ખૂબ સરળતાથી કરી શકું છું. મને સ્કૂલમાં જવાનું કહેવામાં આવે છે. ત્યાર બાદ જો મારે કામ કરવું હોય તો એનો નિર્ણય મારા પેરન્ટ્સ કાં તો મારો પાર્ટનર કાં તો તેના પેરન્ટ્સ અથવા તો સમાજ લે છે. મારી પાસે પણ મગજ અને દિલ છે, પરંતુ એની કોઈને પરવા નથી. મારા પર સમાજે એક લેબલ લગાવી દીધું છે કે મારે કેવાં કપડાં પહેરવાં જોઈએ. શૉર્ટ્સ પહેરું તો કહેવામાં આવે કે તે ખૂબ મૉડર્ન છે. ટ્રેડિશનલ પહેરું તો કહેવામાં આવે કે તે જૂના જમાનાની બહેનજી છે. હું જ એક છું જેણે બલિદાન આપવું પડે છે. ક્યારેક મારી કરીઅરનું, ક્યારેક મારા સપનાનું અને હા, એ વિશે તમારે જરા પણ ચર્ચા નથી કરવાની. છોકરી છે તો આટલું તો કરવું જ પડે એવો નિયમ છે.

હું એક મહિલા છું અને હું એમ કહું છું કે દરેક મહિલાને જાતે તેના નિયમોની બુક લખવા દો. તેને પસંદગીનો અધિકાર આપો. જન્મથી જ તેના પર શું કામ પ્રેશર આપવામાં આવે છે? પર્ફેક્ટ બનવાનું પ્રેશર. મલ્ટિટાસ્ક કરવાનું પ્રેશર. રૂઢિવાદી પરંપરામાં બંધાઈ રહેવાનું પ્રેશર. એવો સમય લાવીએ કે જ્યાં તેના પર પર્ફેક્ટ બનવાનું પ્રેશર ન હોય. તે પોતાની પસંદગીઓ કોઈ જજમેન્ટ્સ કે પછી કોઈ લેબલ્સ વગર કરી શકે. તેને પણ ઇચ્છા પ્રમાણે રહેવાની આઝાદી આપો. તેને ભૂલો કરવા દો, તે પડે છે તો તેને ફરીથી બેઠી થવા દો. તેને આગળ વધવા દો.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...