Homeરસોઈશિયાળામાં બાજરીના રોટલા જ...

શિયાળામાં બાજરીના રોટલા જ નહીં ટ્રાય કરો આ ટેસ્ટી-હેલ્ધી વાનગી,વધશે ડિનરની મજા

બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. બાજરી શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને પુરતી શક્તિ આપે છે.

તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. બાજરીમાં ફાઈબર ભરપૂર હોય છે ફાઇબરને પચાવવામાં તે સમય લે છે જેના કારણે ફાઇબરની ભૂખ ઓછી લાગે છે. બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધતી અટકાવે છે. આ કારણે બાજરો ખાવાથી હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.બાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. બાજરામાં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

બાજરીની ખીચડી

સામગ્રી

-અડધો કપ બાજરી(8 કલાક પલાળેલી)

-અડધો કપ મગની દાળ

– એક નાનો ટુકડો તજ

– 3 નંગ લવિંગ

-એક ટીસ્પૂન ઘી

-એક ટીસ્પૂન જીરૂં

-પા ટીસ્પૂન હળદર

-અડધી ટીસ્પૂન હિંગ

-મીઠું સ્વાદ અનુસાર

– મનગમતા શાક એક વાટકી

– અડધો કપ કોથમીર

રીત

સૌપ્રથમ મગની દાળને ધોઈને નીતારી લો. બાજરી જે 8 કલાકથી પલાળેલી છે તેને પણ નીતારી લો. હવે પ્રેશર કૂકરમાં બાજરી, મગની દાળ, મીઠું, શાક અને બે કપ પાણી ઉમેરીને બાફવા માટે મૂકો. 4 સીટી વગાડી લો. કૂકર ઠંડું થાય એટલે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ અને હળદર ઉમેરીને થોડીક સેકન્ડ સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલી બાજરી અને મગની દાળ અને થોડુંક મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને સાંતળો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ ખીચડીને ઘી નાખીને સર્વ કરો.ઉપરથી કોથમીર ભભરાવીને સર્વ કરો.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...