Homeક્રિકેટT-20 ક્રિકેટમાં સર્જાયો નવો...

T-20 ક્રિકેટમાં સર્જાયો નવો વર્લ્ડ રેકોર્ડ, 230 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ માત્ર 16 રનમાં જ સમેટાઇ; 5 બેટ્સમેન તો શૂન્યમાં આઉટ થયા

9 માર્ચ શનિવારના રોજ ડરહમ અને ઇગલ્સ વચ્ચે રમાયેલી ઝિમ્બાબ્વે ડોમેસ્ટિક T20ની ફાઇનલ મેચમાં, ડરહમ ટીમે 213 રનથી એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં 230 રનનો પીછો કરવા ઉતરેલી મેશોનાલેન્ડ ઈગલ્સ (Mashonaland Eagles) ટીમ માત્ર 8.1 ઓવરમાં 16 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી. ફાઈનલ મેચમાં ટીમનું શરમજનક પ્રદર્શન રહ્યું હતું.

મેશોનાલેન્ડ ઇગલ્સ ટીમે T-20 ક્રિકેટમાં ત્રીજો સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે.

જીત માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રથમ બેટિંગ કરતા ડરહમની ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ઓલી રોબિન્સને 20 બોલનો સામનો કરીને 49 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના પ્લેઈંગ-11માં ઓલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને તે હરારેમાં આ અંતિમ મેચ રમવા આવ્યો હતો. તેના સિવાય બાસ ડી લીડે 58 રનની ઇનિંગ રમી હતી. હેડન મસ્ટર્ડે અણનમ 46 રન બનાવ્યા હતા.

16 રનમાં ટીમ ઓલ આઉટ થઇ ગઇ
ઈગલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બંને ઓપનર શૂન્ય રને આઉટ થયા હતા. મેથ્યુ વેલ્ચ 1 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે આખી ટીમ પત્તા ઢેરની જેમ અલગ પડી ગઈ હતી. ઈગલ્સ ટીમના 5 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન 4થી વધુ રન બનાવી શક્યો નહોતો.

સૌથી ઓછા સ્કોરના રેકોર્ડ વિશે જાણો
T20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ દેશ આઈલ ઓફ મેનના નામે છે. 26 ફેબ્રુઆરી 2023ના રોજ સ્પેન સામેની 6ઠ્ઠી T20ની છેલ્લી મેચમાં આઈલ ઓફ મેન ટીમ 8.4 ઓવરમાં માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં સ્પેને 0.2 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આઈલ ઓફ મેન મેચ બાદ સિડની થંડર ટીમનું નામ બીજા સ્થાને છે, જે બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે 15 રનમાં આઉટ થઈ ગઈ હતી. T20 ક્રિકેટમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર હવે મેશોનાલેન્ડ ઈગલ્સના નામે જોડાઈ ગયો છે. ડરહમની 213 રને જીત T20 ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજા સૌથી મોટા માર્જિનથી હતી.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...