Homeહેલ્થઆખો દિવસ બ્લડ સુગર...

આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં, બસ સવારે આ 5 માંથી કોઈ એક વસ્તુ પી લેવી

આ સૌથી મોટી સમસ્યા છે. ગુજરાતીઓ મોટાભાગે ડાયાબિટીસ જોવા મળે છે.જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે તે માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાવા પીવાની બાબતમાં ખુબ જ સતર્ક રહેવું પડે છે. જો ખાવા પીવાની બાબતમાં બેદરકારી રાખવામાં આવે તો બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.

તેવામાં જો તમારી ઈચ્છા હોય કે આખો દિવસ તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તો આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે આ કામ કરી શકે છે. અહીં તમને પાંચ એવા ડ્રિંક વિશે જણાવીએ જેમાંથી કોઈ એકને પણ રોજ સવારે પી લેશો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.

બ્લડ સુગર કંટ્રોલ કરશે આ 5 ડ્રિંક

1. જો સવારે ખાલી પેટ તમે વિટામીન સી થી ભરપુર આમળાનું સેવન કરી લ્યો છો તો બ્લડ સુગરમાં ફાયદો થાય છે. આમળા ફાઇબરથી ભરપૂર હોય છે. તેના માટે બે થી ત્રણ આમળાના ટુકડા કરી થોડું પાણી ઉમેરી તેનો રસ બનાવી લેવો. આમળાનો રસ રોજ સવારે ખાલી પેટ પીલેવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ તમને ફાયદો કરાવશે.

2. કારેલા પણ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કારેલા એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે રોજ સવારે કારેલાનું જ્યુસ પી લેવાથી બ્લડ સુગર વધવાની સમસ્યાથી મુક્તિ મળે છે. નિયમિત રીતે સવારે કારેલાનો તાજો રસ પી લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

3. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે મેથી પણ ખૂબ જ ઉપયોગી છે. રાત્રે મેથીને પાણીમાં પલાળી સવારે આ પાણી ગાળી અને તેને પી લેવાથી પણ ફાયદો થાય છે. આ સિવાય તમે મેથીને પાણીમાં ઉકાળીને હુંફાળું પાણી પણ પી શકો છો.

4. બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે તજ સૌથી વધારે અસરકારક સાબિત થાય છે. ખાલી પેટ તજની ચા પી લેવાથી સૌથી વધુ ફાયદો થશે. તજ એન્ટી ઇન્ફ્લેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. એક ગ્લાસ પાણીમાં થોડા તજના ટુકડા અથવા તો તજનો પાવડર ઉમેરી તેને બરાબર ઉકાળી ચાની જેમ પી લેવું જોઈએ.

5. હાઈ બ્લડ સુગરની સમસ્યાથી પરેશાન લોકોએ પોતાના ડેઇલી રૂટિનમાં આદુ અને લીંબુનું સેવન પણ કરવું જોઈએ. સવારે દૂધ અને ખાંડવાળી ચા પીવાને બદલે લેમન જીંજર ટી પીવાથી લાભ થાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...