Homeક્રિકેટધોની સાથે તુલના થતા...

ધોની સાથે તુલના થતા ધ્રૂવ જુરેલે કહ્યું- ધોની એક જ હતો, એક જ છે અને એક જ રહેશે

થોડા દિવસ પહેલા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ ધ્રૂવ જુરેલની ધોની સાથે સુનિલ ગાવસ્કરે તુલના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ધ્રૂવ જુરેલ ભારતીય ટીમનો આગામી મહેન્દ્ર સિંહ ધોની છે. પરંતુ જ્યારે આ તુલના પર ધ્રૂવ જુરેલને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, ધોની એક મહાન વિકેટકીપર અને કેપ્ટન છે. તેમની બરાબરી ન કરી શકું, કારણ કે વર્લ્ડ ક્રિકેટમાં ધોની ફક્ત એક હતો, છે અને એક જ રહેશે.

ધ્રૂવે કહ્યું કે, હું ગાવસ્કર સરનો આભાર વ્યક્ત કરું છું, પરંતુ હુ માનું છું કે ધોની સરે જે કર્યું છે, તે કોઈ નહીં કરી શકે. એક જ ધોની હતો, એક ધોની છે અને એક જ ધોની રહેશે. મારે ફક્ત ધ્રૂવ બનવું છે, જે પણ કરી શકું ધ્રૂવ બનીને કરું. ધોની સર એક લિજેન્ડ છે અને ધોની સર ધોની સર જ રહેશે.

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 90 રનની ઈનિંગ રમીને ચર્ચામાં આવનારા ધ્રુવ જુરેલના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. ફેન્સ તો તેના વખાણ કરી જ રહ્યા છે, પણ સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે, જેમાં સુનિલ ગાવસ્કર પણ બાકાત નથી. સુનિલ ગાવસ્કરે તો ધ્રુવ જુરેલની તુલના એમ.એસ.ધોની સાથે પણ કરી દીધી છે. ગાવસ્કરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ યુવાન ખેલાડી ભવિષ્યમાં કેટલીય સદી બનાવશે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ધ્રુવ જુરેલમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈને મને લાગે છે કે બીજો એમ.એસ.ધોની બનવાનો છે. ભલે તે સદી ચૂકી ગયો હોય, પરંતુ એમાં કોઈ શંકા ન રાખતા કે આ યુવા ખેલાડી પોતાના પ્રેઝન્સ ઓપ માઈન્ડથી કેટલીય સદીઓ લગાવશે.

ગાવસ્કરે અફઘાન ખેલાડીની પણ તુલના કરી હતી ધોની સાથે…

ભારતના દિગ્ગજ કિક્રેટર સુનીલ ગાવસ્કરે અફઘાનિસ્તાની ક્રિક્રેટર રહમાનુલ્લાહ ગુરબાઝની જબરદસ્ત પ્રસંશા કરી છે. ગાવસ્કરે ગુરબાઝની રમવાની સ્ટાઇલની ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધૂંઆંધાર બેસ્ટમેન એમ એસ ધોની સાથે તુલના કરી છે. ગાવસ્કરને ગુરબાઝમાં ધોનીની ઝલક દેખાઇ રહી છે. ગુરબાઝ IPLમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સની ટીમ વતી રમે છે.

ટીમ ઇન્ડિયાના એક જમાનાના ઓપનર અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સ્પોર્ટસ ચેનલના કાર્યક્રમમાં આગામી IPL સિઝનમાં KKR ટીમના કોમ્બિનેશન વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે, મેં જે જોયું છે એના આધાર પર મને અફઘાનિસ્તાન ક્રિકેટર ગુરબાઝની બેટિંગ ખાસ્સી પસંદ આવી છે. તે એકદમ આક્રમક રીતે બેટિંગ કરે છે. મને તેનામાં ધોનીની ઝલક જોવા મળી રહી છે અને કદાચ એ જ કારણ છે કે ગુરબાઝ મને ખાસ પસંદ છે.

ગાવસ્કરે આગળ કહ્યુ કે, ગુરબાઝ એક શાનધાર ખેલાડી તો છે જ પરંતુ સાથે સાથે તે એક દયાળુ વ્યક્તિ પણ છે. ગાવસ્કરે કહ્યુ કે જ્યારે અમદાવાદમાં વર્લ્ડકપ પુરો થયો ત્યારે મોડી રાત્રે ફુટપાથ પર સુતેલા લોકોને પૈસાની મદદ કરતો નજરે પડ્યો હતો. એટલા માટે પણ મારા માટે ગુરબાઝે ટીમમાં હોવું જોઇએ.

ગુરબાઝે ગયા મહિનામાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાની રમતને શ્રેષ્ઠ બનાવવા માટે ધોની અને કોહલીની રમતમાંથી શિખતો રહે છે.

તેણે કહ્યું હતું કે,હું હંમેશા વિરાટ અને ધોની સાથે મારા ક્રિકેટને કેવી રીતે સુધારવું તે વિશે વાત કરું છું. મારા મગજમાં ઘણી બધી બાબતો છે અને મારે તેના પર કામ કરવાનું છે. હું વિરાટ સાથે મારી ક્રિકેટની જર્ની અને મારે કેવી રીતે આગળ વધવું જોઈએ તે વિશે વાત કરી રહ્યો હતો.

રહમાનુલ્લાહ ગુરબાઝના ક્રિકેટ કેરીઅરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 37 વન-ડે રમી છે. જેમાં તેણે 34.6ની એવરેજથી કુલ 1247 રન બનાવ્યા છે. જેમાં 5 સદી પણ સામેલ છે.

ગુરબાઝે અફઘાનિસ્તાન માટે 49 T-20 રમી છે. જેમાં તેણે 25.9ની એવરેજતી કુલ 1271 રન બનાવ્યા છે. જેમાં એક સદી સામેલ છે. આ ઉપરાંત ગુરબાઝ 11 IPL મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 20.6ની એવરેજથી 227 રન બનાવ્યા છે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...