Homeક્રિકેટIPL ને 10000 કરોડનું...

IPL ને 10000 કરોડનું વીમા કવચ

ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરાવતી આઈપીએલ ટુર્નામેન્ટનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે આઈપીએલ માટે સૌથી વધુ રૂા.10000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની તથા નેશનલ ઈુસ્યોરન્સ કંપનીએ જ વીમાનો મોટો ભાગ હાંસલ કર્યો છે.

આઈપીએલ માટેનો સૌથી મોટો વીમો બ્રોડકાસ્ટરોએ મેળવ્યો છે અને ત્યારબાદ ખેલાડીઓની ફીના ધોરણે ટીમ માલિકોએ વીમો ઉતરાવ્યો છે. લોકસભા ચુંટણીની સાથોસાથ જ આ ટુર્નામેન્ટ હોવાના કારણોસર વીમા પ્રીમીયમ ફીમાં 25 ટકાનો વધારો છે. યુનાઈટેડ ઈુસ્યોરન્સ તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા પણ કેટલીક પોલીસી મેળવવામાં આવી છે.

ગ્લોબલ ઈુસ્યોરન્સ બ્રોકર્સના સ્પોર્ટસ-એન્ટરટેઈનમેન્ટ વિભાગના વડા અબીઝાર બેહરાએ કહ્યું કે આઈપીએલમાં ક્રિકેટની સાથોસાથ આર્થિક સુરક્ષા પણ મહત્વની છે. ખેલાડીઓ પાછળનો ખર્ચ ઘણો વધી ગયો છે. સરેરાશ 3 કરોડવાળો 25 કરોડે પહોંચ્યો છે એટલે ટીમ માલીકો રક્ષણ મેળવે તે સ્વભાવિક છે.

લોકસભા ચૂંટણી પણ આઈપીએલ દરમ્યાન જ યોજાવાની છે ત્યારે કોઈ તોફાન થાય અથવા કોઈ અસામાન્ય સ્થિતિમાં મેચ રદ થાય તો તેને ધ્યાને રાખીને કંપનીઓએ પ્રીમીયમ વધારી દીધુ છે. 2009 તથા 2014માં ચુંટણી વખતે આઈપીએલ વિદેશોમાં રમાડવામાં આવી હતી. 2019માં ભારતમાં જ આયોજન થયુ હતું. આ વખતે પણ ભારતમાં જ રમાડવાનું જાહેર થયુ છે. આવતીકાલથી બે સપ્તાહ સુધીના મેચોનું શિડયુલ અગાઉ જ જાહેર કરી દેવાયુ છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મેચ કેન્સલેશનના અન્ય જોખમોની સાથોસાથ વારંવાર હવામાન પલ્ટા થતા હોવાના કારણોસર પણ વીમા પ્રીમીયમ વધ્યુ છે. ક્રિકેટ બોર્ડ ઉપરાંત ટીમ, બ્રોડકાસ્ટર, સ્પોન્સરો તથા સર્વિસ પ્રોવાઈડરો પણ વીમો ઉતરાવતા હોય છે.

હવામાનને કારણે મેચ રદ થાય, તોફાન કે ખેલાડીઓને ઈજા-બિમારી જેવા જુદા-જુદા કારણોથી સંભવિત આવક નુકશાની સામે વીમા કવચ મેળવવામાં આવતુ હોય છે. મેચ રદ થવાના જોખમનો સૌથી મોટો વીમો લેવામાં આવતો હોય છે.

આઈપીએલનું ફાઈનાન્સીયલ એકસપોઝર 10000 કરોડ અંદાજવામાં આવી રહ્યું છે. ભારતની આ સૌથી મોટુ ટુર્નામેન્ટ ગણાય છે. દર વર્ષે ખેલાડીઓની ફી વધતી જાય છે. આઈપીએલના દરેક મેચની માર્કેટ વેલ્યુ 100થી125 કરોડ ગણવામાં આવે છે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...