અનંત અંબાણીના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન દરમ્યાન જામનગરના રિલાયન્સના કર્મચારીઓ માટે જ એક ગ્રૅન્ડ ડિનર યોજવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ વખતે નીતા અંબાણીએ લાલ રંગની કાંચીપુરમની સિલ્કની સાડી પહેરી હતી. આ સાડી પણ સાધારણ નહોતી. સ્વદેશ હૅન્ડિક્રાફ્ટ દ્વારા આ મલબેરી સિલ્કમાંથી બનેલી કાંચીપુરમ્ સાડીમાં ઇન્ડિયન હેરિટેજ અને પારિવારિક પ્રેમનું નિદર્શન થયું હતું.
એમાં કિનારી પર અનંત અને રાધિકાના ઇનિશ્યલ અક્ષરોને એકરૂપ કરીને વણી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંચીપુરમ્ સાડીની ટ્રેડિશનલ ૧૦૨ ક્લાસિકલ પૅટર્નને પણ વણી લેવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ એક સાડીમાં કાંચીપુરમની વસ્ત્રકલાના કલ્ચરનું નિરૂપણ કરે છે.